info@narmadamahaaarti.in
૧૮૦૦ ૨૩૩ ૬૬૦૦

શું કરવુ અને શું ન કરવુ

પાછા જાઓ

શું કરવુ?
  • સ્થાનિક પરંપરાઓ અને સંસ્કૃતિ પ્રત્યે સન્માનજનક વર્તન રાખો.
  • વહીવટકર્તાઓ દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરવુ.
  • તમારા કિંમતી સામાનનું ધ્યાન રાખો અને તેને હંમેશાં તમારી સાથે રાખો.
  • કોવિડ-૧૯ની પૃષ્ઠભૂમિમાં મંદિર અને મહાઆરતીમાં ભાગ લેતા સમયે સામાજીક અંતર રાખવું અને માસ્ક પહેરવું.
  • નર્મદા મહાઆરતીમાં ભાગ લેતા અગાઉ ઓનલાઇન બુકિંગ કરવું હિતાવહ છે.
  • નર્મદા મહાઆરતીમાં ભાગ લેતી વખતે ધાર્મિક ભાવનાઓનું પાલન કરવુ.
  • પોતાનો સામાન શ્રેષ્ઠ ભારત ભવન અને બસ બે ખાતે આવેલ લોકર રૂમમાં મુકવો.
  • નર્મદા મહાઆરતી ઘાટ ખાતે પોતાની જગ્યા સમયસર લેવી.
  • પોતાનું વાહન નિશ્ચિત પાર્કિંગમાં મુકવાનું રહેશે.
શું ન કરવુ?
  • નર્મદા મહાઆરતી ઘાટ ખાતે ડ્રોન કેમેરાના વપરાશ પર પ્રતિબંધ છે.
  • નર્મદા મહાઆરતી ઘાટ ખાતે બહારના ખાદ્યપદાર્થો, નશીલા પદાર્થો, ગુટખા, ધુમ્રપાન પદાર્થો, હથિયારો અને કોઈ પણ પ્રકારનો દારૂગોળો, જ્વલનશીલ પદાર્થો, વાયર, ટ્રાઈપોડ્સ, વગેરે સાઈટ પર લઈ જવાની મનાઈ છે.
  • મોટી બેગ અને લગેજ નર્મદા મહાઆરતી ઘાટ ખાતે લઈ જવાની મનાઈ છે.
  • નર્મદા મહાઆરતી ઘાટ ખાતે નાસ્તો કે ભોજનની ચીજવસ્તુઓ લાવવાની અને તેનો ઉપયોગ કરવાની મનાઇ છે.
  • નર્મદા મહાઆરતીમાં ભાગ લેવા સિવાય અન્ય ઉદ્દેશ્યથી હાજરી ના આપવી.
  • પોતાની સાથે બિનજરૂરી ચીજવસ્તુઓ રાખવી નહીં.
  • નર્મદા ઘાટ પર મહાઆરતી સમયે ચપ્પલ-બુટ ન પહેરતાં Shoe Rack માં મુકવાનો આગ્રહ રાખવો.
  • નર્મદા મહાઆરતી ઘાટ પર કોઇ પણ પ્રકારની હિંસક પ્રવૃત્તિ ન કરવી.
  • ભિક્ષા પ્રવૃત્તિને પ્રોત્સાહન આપવું નહીં.
  • નર્મદા મહાઆરતી ઘાટ ખાતે થુંકવુ નહીં અને ઉપદ્રવ કરવો નહીં.
  • નર્મદા મહાઆરતી ઘાટ પર પૂજારીને ખલેલ પહોંચાડવી નહીં.
  • નર્મદા મહાઆરતી ઘાટ પર ફોટો કે વિડીયો લેવા માટે પોતાનું સ્થાન છોડવુ નહીં.
  • નર્મદા મહાઆરતી ઘાટ પર કોઇ પણ પ્રકારની પૂજાવિધી કરવી નહીં.
  • નર્મદા નદીમાં ફૂલ કે પૂજન સામગ્રી પધરાવવી નહીં કે દીવા તરતા મુકવા નહીં.
  • નર્મદા નદીની સ્વચ્છતા જાળવી રાખવી કોઇ પણ પ્રકારની ગંદકી કરવી નહીં.
  • નર્મદા મહાઆરતી માત્ર પૂજારી દ્વારા જ કરવામાં આવશે. દર્શનાર્થીએ આરતી કે પૂજાપો લાવવાનો થતો નથી.