info@narmadamahaaarti.in
૧૮૦૦ ૨૩૩ ૬૬૦૦

શૂલપાણેશ્વર નર્મદા ઘાટ

પાછા જાઓ

  • શૂલપાણેશ્વર નર્મદા ઘાટ, શૂલપાણેશ્વર મહાદેવ મંદિર નજીક ગોરા ખાતે આવેલ છે.
  • શૂલપાણેશ્વર નર્મદા ઘાટના નિર્માણનો આરંભ તા. ૩૦/૦૩/૨૦૨૧નાં રોજ કરવામાં આવેલ અને તા. ૩૧/૦૮/૨૦૨૧નાં રોજ કાર્ય પૂર્ણ કરવામાં આવેલ હતું.
  • નર્મદા ઘાટની લંબાઇ ૧૩૧ મીટર અને પહોળાઇ ૪૭ મીટર છે.
  • નર્મદા ઘાટ ખાતે ૯.૫ મીટર પહોળા મંચનું નિર્માણ કરવામાં આવેલ છે.
  • નર્મદા ઘાટ ખાતે કુલ ૫ મંચ બનાવવામાં આવેલ છે, જેમાં ૪ મંચ ૫ X ૫ મીટર અને ૧ મંચ ૫ X ૭ મીટર છે. મંચનાં નિચલુ સ્તર ૩૪.૪૦ મીટર અને ઉપલુ સ્તર ૩૫.૦૦ મીટર છે.
  • મંચોની વચ્ચે ૪ પગથિયાનું નિર્માણ કરવામાં આવેલ છે જેની પહોળાઈ ૨૬ મીટર રાખવામાં આવેલ છે.
  • નર્મદા ઘાટ ખાતે મહત્તમ ૬,૦૦૦ શ્રધ્ધાળુઓ એકસાથે બેસીને આરતીનો લાભ લઇ શકે છે. (નદીનાં પાણીનાં સ્તર આધારે)
  • નર્મદા ઘાટના નિર્માણમાં ૨૯,૫૫૦ ઘન મીટર કોંક્રિટ અને ૩૬૦ ટન સ્ટીલનો ઉપયોગ કરવામાં આવેલ છે.